અસલી મહામારી તો ગુજરાતના આ શહેરમાં ફેલાઈ! એવો રોગચાળો ફાટ્યો કે બે મહિનામાં 15 હજાર લોકો બીમાર પડ્યા
Pandemic In Surat : સુરતમાં બેકાબૂ રોગચાળો... તાવ-ઝાડા ઉલટી સહિતના દર્દીઓમાં વધારો.. બે મહિનામાં 3500 બાળકોની થઈ સારવાર.. તો સિવિલ હોસ્પિટલમાં 15 હાજર જેટલાં દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર લીધી
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સૂરત શહેરમાં પાણી જન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતની સરકારી હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી અને તાવ સહિતના કેસો નોંધાયા છે. ચોમાસાની સીઝનમાં બે મહિનામાં 3500 જેટલા બાળ દર્દીઓને સારવાર લીધી છે. તો બે મહિનામાં 15 હજાર દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર અપાઈ છે. આ આંકડો ચોંકાવનારો છે અને કોઈ મોટી મહામારી તરફ ઈશારો કરી રહ્યો છે. 2,500 થી વધુ મેડિસિન વિભાગ અને 1500 જેટલાં બાળ દર્દીઓને દાખલ કરાયા છે. ગત વર્ષની તુલનામાં 350 થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે.
સુરતમાં રોગચાળો ફાટ્યો
સુરતત શહેરમાં પાણી જન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતની સરકારી હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી અને તાવ સહિતના કેસો વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં 3500 જેવા બાળ દર્દીઓને સારવાર અપાઈ છે. બે મહિનામાં 15 હાજર જેટલાં દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર લીધી છે. ત્યારે 2,500 થી વધુ મેડિસિન વિભાગ અને 1500 જેટલાં બાળ દર્દીઓને દાખલ કરાયા છે. ગત વર્ષની તુલનામાં 350 થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે.
ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસી
દરેક હોસ્પિટલોમાં દર્દી ઉભરાયા
સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. એક બાદ એક ઝાડા ઉલટી સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ખાસ કરીને શહેરમાં ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ વધુ ઝાડા ઉલટી અને તાવના કેસમાં વધારો નોંધાયો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ઝાડા ઉલટી, તાવની બીમારીથી પીડાતા લોકો સારવાર લઈ રહ્યા છે.
બાળ દર્દીઓ પણ વધ્યા
નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે 350 વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.જુલાઈમાં 55 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા.જયારે ગેસ્ટ્રો ના 160 કેસ નોંધાયા છે. છે.ચોમાસાની સીઝનમાં 3500 જેવા બાળ દર્દીઓને સારવાર અપાઈ છે.બે મહિનામાં 15 હાજર જેટલાં દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર લીધી છે. ત્યારે 2,500 થી વધુ મેડિસિન વિભાગ અને 1500 જેટલાં બાળ દર્દીઓને દાખલ કરાયા છે.ગત વર્ષની તુલનામાં 350 થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે તેવું પીડિયાટ્રિક વિભાગના હેડ જિગીશા પાટડિયાએ માહિતી આપતા જણાવ્યું.
શ્રાવણમાં અહીં મહાદેવને રોજ ચઢાવાય છે 11 હજાર રોટલીઓ... ગુજરાતનું અનોખું શિવ મંદિર