જયેશ દોશી /નર્મદા :હાલ ભલે ગુજરાતમાં જોઈએ એવો વરસાદ ન હોય, પરંતુ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 68023 ક્યુસેક જેટલા પાણીની આવક થતા હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની સપાટી વધતા જ પાવરહાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેથી વીજ ઉત્પાદન કરી શકાય.


વડોદરા : શહીદ આરીફ પઠાણના અંતિમ દર્શનમાં હજારો લોકો પહોંચ્યા, વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ પિતા ભાંગી પડ્યા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ ગુજરાતમાં વરસાદ નથી. બે દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં પાણીની અછતને કારણે નર્મદા ડેમની સપાટી ઘટી હતી. પરંતુ હવે ઉપરવાસમાં પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી ફરીથી વધી છે. ડેમની સપાટી 121.92 મીટરને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો થયો છે. જેન પગલે એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે.


વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા



પાણીની સપાટી વધતા છેલ્લા 24 કલાકમાં 1123.57 મેગાવોટ પાવર ઉત્પાદન થયું છે. હાલ ડેમમાં 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદ ન હોવાને કારણે ખેડૂતોને માથે સૌથી મોટી મુશ્કેલી આવી ઉભી છે. ખેડૂતોએ સમયસર ચોમાસુ પાકનુ વાવેતર તો કરી દીધું છે, પણ પાણી ન હોવાને કારણે પાકની જાળવણી થવામાં તકલીફ થઈ રહી છે. જેથી નર્મદા કેનાલ દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. હાલ કેનાલમાં 12872 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :