અમદાવાદ :લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલી, જુનાગઢ અને ભાવનગર ધોધમાર વરસાદ, રાજકોટ-બોટાદ અને મોરબી જિલ્લામાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે. 15 દિવસ બાદ વરસેલા વરસાદમાં મેઘરાજા મન ભરીને મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ આજે રાજ્યના 64 તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી છે. વહેલી સવારથી મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત વરસાદી માહોલ છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેધરાજાની ધમાકેદાર ઈનિંગ ચાલી રહી છે. 


જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી : મતદાન કરવા પહોંચેલા NCP નેતા રેશ્મા પટેલનો વિરોધ કરાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. સુરત, નવસારી, નર્મદા અને ડાંગમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ભારે રાહ જોવડાવ્યા બાદ મેધરાજાની પધરામણીથી વાવેતરને નવુ જીવનદાન મળ્યું છે.


મોંઘાદાટ વિદેશી કૂતરાની ચોરી કરતા બે અમદાવાદી પકડાયા


જુનાગઢ-અમરેલી-ભાવનગરમાં વરસાદ
જૂનાગમાં પણ સવારથી વરસાદ વરસી પડ્યો છે. તો બીજી તરફ, અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વડીયા, લાઠી, સાવરકુંડલા, અમરેલી, બગસરા, લીલીયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને કારણે લીલીયાની નાવલી નદીમા પૂર આવ્યુ છે. ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાઈ ગયા છે. તો બાબરાની સ્થાનિક નદીમા પણ પૂરની સ્થિતિ આવી છે. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. અમરેલી જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. ભાવનગરના ગારીયાધાર અને આજુબાજુના વિસ્તારો ગતરાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગારીયાધાર પંથકના નદી નાળા છલકાયા હતા. તો મોટાભાગના ચેકડેમો ભરાઈ જતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જૂનાગઢમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કેશોદમાં અડધા કલાકમાં એડધો ઇંચ વરસાદ નોંધાયો છે. 


ક્રાઈમ પેટ્રોલ જેવી દિલધડક મર્ડર મિસ્ટ્રી : 15 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી સાથે જીવતી મળતી મહિલા


લાખો ખેડૂતોના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે અને તેનું કારણ છે વરસાદનો બીજો રાઉન્ડ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ છે. ધીમે ધીમે એક બાદ એક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં 7 જિલ્લાના 11 તાલુકામાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :