નર્મદા: રાજ્યમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. કડાકા અને ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો અને ખેડૂતો માટે એક ખુશખબર મળી રહ્યા છે. સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી ગઈ છે. મહત્તમ જળસપાટીથી ડેમ માત્ર 80 સેન્ટીમીટર દૂર છે. નવા નીરથી સરદાર સરોવર ડેમ 98 ટકા ભરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ સીઝનમાં પ્રથમવાર 137.84 મીટરે નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 80 સેન્ટિમીટર દૂર છે. 


હાલ ડેમ માં પાણીની આવક 95,948 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ના 2 દરવાજા મારફતે 5,000 ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવી રહ્યું છે.ડેમ માં પાણી ની આવક થતા જ જુલાઈ મહિના થી રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે .જેના થકી રોજના 6 કરોડ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ માંથી 42,731 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.


નર્મદા ડેમમાં 5491.40 મિલીયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ નર્મદા ડેમ 98 ટકા ભરેલો છે.ડેમ માં પાણી પુષ્કળ માત્રા માં છે જેથી આવનારા સમય માં ગુજરાત ને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા માટે નર્મદા ડેમ સક્ષમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube