ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા 25 કરોડના ખર્ચે આમ્રપાલી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેને આ વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજના લોકાર્પણ બાદ વરસાદી મોસમ આવી ન હોવા છતા આ આમ્રપાલી બ્રિજ બે વાર ભરાયો છે. આમ્રપાલી અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયું છે. અંડર બ્રિજ બન્યાના બીજીવાર તેમાં પાણી ભરાવાની ઘટના બની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરોડો રૂપિયાના ખર્ચે આમ્રપાલી બ્રિજ બનાવાયો છે. જેનું જાન્યુઆરી મહિનામાં વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. બ્રિજ બન્યા બાદ બીજી વખત પાણી ભરાયું છે, એ પણ ચોમાસાની સીઝન વગર. બ્રિજમાં સેન્સરવાળી ઇલેક્ટ્રિક મોટરો મૂકી છતાં પાણી ભરાવાની ઘટના બની છે. ત્યારે સવાલ એ છે કે, જો ભર ઉનાળામાં બ્રિજની આવી હાલત છે, તો ચોમાસામાં શું થશે.