વોટર મેનેજમેન્ટ વિભાગમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાને
નીતિ આયોગ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોના વોટર મેનેજમેન્ટ સંચાલનને લઇને એક રીપોર્ટ જાહેર કર્યો છે. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતમાં પાણીની સંગ્રહ કરવામાં સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાને રહ્યું છે.
અમદાવાદ: નીતિ આયોગ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોના વોટર મેનેજમેન્ટ સંચાલનને લઇને એક રીપોર્ટ જાહેર કર્યો છે. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતમાં પાણીની સંગ્રહ કરવામાં સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાને રહ્યું છે.
ગુજરાતના સ્થાપના દિને ગુજરાતમાં રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરીને ગુજરાતે બે વર્ષમાં 23 હજાર ક્યુબિક ફીટ પાણી જળ સંચયન ક્ષમતામાં વધારો કર્યો છે. નીતિ આયોગ દ્વારા આ વોટર મેનેજમેન્ટને સફળતાના ભાગ રૂપે નોંધ લીધી હતી.
IAS ગૌરવ દહિયા કેસ : કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા મહિલા આયોગ સામે હાજર
ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ વોટર મેનેજમેન્ટમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થયું છે. જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વોટર મેનેજમેન્ટ વિભાગના સરાહનીય કાર્યને લઇને આ સાથે જોડાયેલા તમામ કર્મચારી અને અધિકારીઓને આભાર માન્યો હતો.
જુઓ LIVE TV :