ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન તેમની યાત્રા દરમિયાન માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્રણ વર્ષમાં 800 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ થકી સમુદ્રનું ખારૂ પાણી મીઠુ કરવાનો આ પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ 8 લાખ લોકોને તેનો ફાયદો મળશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થશે. તેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવી તાલુકાના ગુંદયાળી પાસેના ધ્રબુડીના દરિયા કિનારે 60 એકર વિસ્તારમાં 800 કરોડના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ થશે. આ પ્લાન્ટની કામગીરી પુર્ણ થયા બાદ બે તાલુકાનાં લાખો લોકોને નર્મદા જળ પર અવલંબિત નહી રહેવું પડે. પ્લાન્ટ શરૂ થયા બાદ પમ્પિંગ સ્ટેશન સાથે તેનું જોડાણ કરીને નાગરિકો સુધી પાણી પહોંચાડાશે. આ પ્લાન્ટના કારણે ન માત્ર નાગરિકો પરંતુ સ્થાનિક ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે. 

દરિયાના ખારા પાણીમાંથી મીઠા પાણીમાં પરિવર્તન કરનારો આ પ્રથમ અને સૌથી મોટો 100 એમએલડીનો પ્લાન્ટ હશે. ત્યાર બાદ ગુજરાતનાં અલગ અલગ દરિયા કિનારાઓ પર તબક્કાવાર પ્લાન્ટ લગાવાશે. જેમાં દ્વારકાના ગાંધવી ગામમાં 70 એમએલડી, ભાવનગરના ઘોઘા નજીક 70 એમએલડી અને સોમનાથના સુત્રાપાડના નજીક 30 એમએલડીના પ્લાન્ટનો સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube