ગુજરાતની જનતા માટે ચિંતાના સમાચાર કહી શકાય તેવા આ ન્યૂઝ છે. આ વર્ષે પડેલા સાધારણ વરસાદને કારણે રાજ્યમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યના 204 જળાશયમાંથી 83 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર 11.42 ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના 34 જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. સરદાર સરોવરની વાત કરીએ તો 62 ટકા જળસ્તર નોંધાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા જળાશયોમાં પાણીની શું સપાટી છે તેના પર નજર કરીએ તો, 14 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી છે. જ્યારે કે 13 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણી છે. તો 166 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં 50 ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


જળસ્તરની સ્થિતિ 


         


વિસ્તાર જળાશયો  જળસ્તર 
ઉત્તર ગુજરાત    15    29.71%
મધ્ય ગુજરાત  17  79.79%
દક્ષિણ ગુજરાત  13   43.43%
કચ્છ  20 11.42%
સૌરાષ્ટ્ર 138 25.67%
સરદાર સરોવર 01   61.85%
કુલ 204   50.47%

 


કયા જળાશયોની કેવી સ્થિતિ ? 


જળસ્તર કેટલા જળાશયો
90%થી વધુ  14
80%થી 90% 13
70%થી 80% 10
70%થી ઓછું 166

હાલ જ પાણીની આવી સ્થિતિ છે, તો ઉનાળામાં શું થશે તેની ચિંતા છે. આવનાર ઉનાળામાં પાણીના સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પણ દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમ આવેલા છે. આ ત્રણેય ડેમમાં પાણી તળીયા ઝાટક છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતના જળાશયોમા જેટલુ પાણી બચ્યું છે, તેટલુ હવે આગામી ચોમાસા સુધી વાપરવું પડશે. જેમાં ખેતી માટેનું પાણી પણ સામેલ છે.