તૃષાર પટેલ/વડોદરા :ગુજરાતમાં આજે રંગેચંગે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અનેક ગણેશ પંડાલ દ્વારા ગણેશ વિસર્જન માટેની અનોખી પ્રથા હાથ ધરવામાં આવી હતી. પરંતુ બાપ્પાનુ વિસર્જન કરવાની સ્ટાઈલમાં વડોદરાના ઈન્દ્રપ્રસ્થ મંડળની વાત જ કંઈક અલગ હતી. વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનની સાથે બાપ્પા પર જળાભિષેક કરવાની ખાસ વ્યવસ્થા આયોજિત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બે ગજરાજ દ્વારા ‘ઇન્દ્રપ્રસ્થ કા રાજા’નો જળાભિષેક કરાયો હતો. આ મંડળ દ્વારા બે હાથી બોલાવવામાં આવ્યા હતા, જેઓએ વિસર્જન પહેલા પોતાની સૂંઢથી શ્રીની પ્રતિમા પર પાણીથી અભિષેક કર્યો હતો. આમ, સોસાયટીના લોકો માટે આ ક્ષણ એકદમ ખાસ બની રહી હતી. 



ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યા હતો. જેમાં સૌથી પહેલા માટીના શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ મંડળ દ્વારા પોતાની સોસાયટીમાં જ ખાસ પ્રકારનું પ્લાસ્ટિકનું કુંડ બનાવવામાં આવ્યું હતું. જેમાં માટીની પ્રતિમાઓના વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.