ગાંધીનગર : રાજ્યના 147 તાલુકામાં ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. સાડા સત્તર ઈંચ વરસાદ નોંધાતા રાજકોટમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા છે. જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આફતમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફતનો વરસાદ: ભૂપેન્દ્ર પટેલ CM બનતાની સાથે જ સૌરાષ્ટ્ર અંગે લીધો મોટો નિર્ણય


રાજ્યના ચાર તાલુકામાં ૧૨ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૪ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 55 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જો કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. 


Gondal જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરવામાં આવશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેદા થયેલી સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે એનડીઆરએફની વધારે ટીમની માંગણી કરી હતી. હાલ સૌરાષ્ટ્રમાં તો સ્થિતિ બેકાબુ છે જ પરંતુ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતા તંત્રને સ્ટેન્ડ ટુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને આગોતરી તૈયારીઓ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube