અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી (Water tank) ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે બાજુમાં પાર્ક કરેલી અલ્ટો કારને નુકસાન થયું છે. પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ બાજુમાં આવેલા એક મકાનમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ધરાશાયી થયેલી ટાંકી 25 વર્ષ જૂની હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રએ કરેલા સર્વેમાં ટાંકીમાં ખામી જણાઈ હતી અને ટાંકી ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉતારવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે.


AMCએ સમયસર ઘાટલોડિયાની પાણીની ટાંકી ઉતારી લીધી હોય તો આ દુર્ઘટના બની ન હોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 4.30 કલાકે ટાંકી ધરાશાયી
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આ ટાંકી 25થી વધુ વર્ષો જૂની ટાંકી હતી. થોડા સમય અગાઉ ટાંકીની સ્થિતિને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં ટાંકી ક્ષતિગ્રસ્ત જણાઈ હોવા છતાં તેને ઉતરવામાં તંત્ર રહ્યું નિષ્ફળ રહ્યું હતું. રાત્રે 2 વાગ્યાથી ટાંકીમાં લિકેજ શરૂ થયું હતું. ગઈકાલે પણ પાણી લિકેજ થતા ટાંકીમાં પાણી બંધ કરાયું હતું. આખરે 4.30એ ટાંકી ધરાશાયી થઈ હતી. જેને કારણે નજીક પાર્ક કરેલી એક અલ્ટો કારના બૂકડો બોલાઈ ગયો હતો. તેમજ પાણીની ટાંકીને અડીને એક મકાન હતું, જેમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ આ ઘટનામાં 25 વર્ષીય ફાલ્ગુની આચાર્ય નામની મહિલા ઈજાગ્રસ્ત બની હતી. તેના હાથે ફ્રેક્ચર આવ્યું હતું. 


Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો


Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’


બોપલનો બનાવ હજી તાજો 
થોડા સમય પહેલા જ અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમ છતાં નિંભર તંત્ર આવી જર્જરિત ટાંકીઓ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. શું એએમસીનું તંત્ર આવી ટાંકીઓ કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :