ઉનાળામાં રાજકોટવાસીઓની પાણીની સમસ્યા દૂર કરવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય
રાજકોટવાસીઓની ઉનાળામાં પાણીની સમસ્યા (water crises) હલ કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉનાળામાં રાજકોટ (rajkot) માં ઠેરઠેર પાણીની સમસ્યાઓ નહિ સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી છે કે, સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ (aji dam)માં પીવાનું પાણી ભરવામાં આવશે. આમ, રાજકોટવાસીઓનો ઉનાળો કોરો નહિ રહે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટવાસીઓની ઉનાળામાં પાણીની સમસ્યા (water crises) હલ કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉનાળામાં રાજકોટ (rajkot) માં ઠેરઠેર પાણીની સમસ્યાઓ નહિ સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી છે કે, સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ (aji dam)માં પીવાનું પાણી ભરવામાં આવશે. આમ, રાજકોટવાસીઓનો ઉનાળો કોરો નહિ રહે.
હાલ 20 દિવસ ચાલે તેટલું પાણી
આજી ડેમમાં હાલમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી છે. ત્યારે સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આ સાથે જ જાહેરાત કરાઈ છે કે, કસ્તુરબાધામ, કાળીપાટ ગામના લોકોએ આજી નદીના પટ્ટમાં અવરજવર કરવી નહિ. આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરવા માટે મચ્છુ-1 સિંચાઈ યોજનામાંથી પાણી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામની સીમમાં તથા આજી નદીના પટ્ટ તેમજ ચેકડેમમાં 15 માર્ચ, 2020ના રોજ પાણી આવવાની શક્યતા છે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા કે પશુ ન લઈ જવા તેમજ ગામલોકોએ નદીમાં કપડાં ધોવા કે નાહવા ન જવા તાકીદ કરાઈ છે.
કોરોનાને અટકાવવા હાઈકોર્ટનો મોટો નિર્ણય, સુઓમોટો દાખલ કરી
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ગત વર્ષે ચોમાસામાં જળાશયો છલોછલ ભરાયા હોવા છતાં પણ હાલ પાણીની પારાયણ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી એક થી બે માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. તેવામાં પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરું બને તો સૌની યોજના મારફત ફરી ડેમ ભરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. 29 જુન 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજના મારફત રાજકોટના આજી ડેમને ભરી દેવામાં આવ્યો હતો. આજે એ જ આજી ડેમની સ્થિતિ જોઈએ તો આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટના તમામ જળાશયોની પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.
રાજકોટના કયા ડેમમાં કેટલું પાણી બચ્યું છે
- આજી ડેમ
રાજકોટના તમામ ડેમો પૈકી આજી ડેમ સૌથી ઉંડો એટલે કે 29 ફૂટનો છે. આજી-1 હાલની પાણીની સ્થિતિ 17.60 ફૂટ છે જે
- ન્યારી-1
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પાસે આવેલ આ ડેમની ઉંડાઈ 25 ફૂટ છે. જેમાં હાલની પાણીની સ્થિતિ 17 ફૂટ છે
- ન્યારી-2
રાજકોટની ભાગોળે જામનગર રોડ પાસે આવેલ આ ડેમની ઉંડાઈ 20.70 છે. જોકે આ ડેમનું પાણી એટલૂ પ્રદૂષિત છે કે તે પિવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાઈ તેમ નથી.
- ભાદર-1
ભાદર-1 ડેમની ઉંડાઈ ૩૪ ફૂટ છે. તેમાંથી ૨૭.૩૦ ફૂટ ડેમ ભરેલો છે. રાજકોટને ભાદર-1 માંથી રોજનૂ ૪૦ MLD પાણી ૪ વોર્ડ માટે આપવામાં આવે છે જે માત્ર ૧૪૨ દિવસ ચાલે તેટલું છે.
રાજકોટ ની જીવાદોરી સમાન તમામ ડેમ માં રહેલ પાણી જોઈએ તો તે આગામી ૨૦ થી ૫૦ દિવસ સુધી ચાલી શકે તેમ છે. જો કે રાજકોટની હાલની પરિસ્થિતિ જોતા મનપાએ નર્મદા નીરની માંગ સરકાર સમક્ષ કરી હતી. ગત વર્ષે 10 મેના રોજ આજી ડેમમાં સરકાર દ્વારા સૌની યોજના મારફત નર્મદા નીર આપવામાં આવ્યું હતું. જેમાં આજી ડેમમાં 400 અને ન્યારી ડેમમાં ૧૦૦ MCFT પાણી છોડવામાં આવ્યું હતું. સાથે જ વરસાદ સારો થતા તમામ જળાશયો છલોછલ ભરાઇ ગયા હતા. છેલા બે વર્ષથી અપૂરતા વરસાદને કારણે રાજકોટમાં જળ સંકટ ઘેરું બન્યું હતું. ત્યારે હાલ રાજકોટના જળાશયો છલકાયા બાદ પણ માત્ર 20થી 50 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી છે. આગામી સમયમાં પાછલા વર્ષોની જેમ વરસાદ પૂરતો નહિ આવે તો રાજકોટવાસીઓ ફરી એક વખત નર્મદા નીર આધારિત થઇ જશે. તેવામાં જો નર્મદા લાઈનમાં કોઈ ક્ષતિ થશે તો રાજકોટ પાણી વિહોણું થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...