અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે, આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર અને વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં દાંતામાં 4 ઇંચ, અમીરગઢ અને પાલનપુરમાં 3 ઇંચ, દાંતીવાડા અને વડગામ 2.5 ઇંચ, લાખણી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત મેઘમહેર, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી


જ્યારે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દાંતામાં 4 ખાબક્યો છે. જ્યારે ભાભરમાં 20 મિમી, ધાનેરામાં 46 મિમી, દિયોદરમાં 34 મિમી, ડીસામાં 62 મિમી, કાંકરેજમાં 22 મિમી, થરાદમાં 24 મિમી, વાવમાં 36 મિમી, લાખણીમાં 50 મિમી અને સુઇગામમાં 7 મિમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ભિલોડા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માલપુર અને મેઘરજ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને ધનસુરા અને બાયડમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે.


સ્વતંત્રતા દિન સમારોહમાં મંત્રી બચુ ખાબડની જીપ લપસી, નીતિન પટેલને ગણાવ્યા દેશના ગૃહમંત્રી


સાબરકાંઠા જિલ્લામાં ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાવા પામ્યુ હતું. તો હિમતનગર-શામળાજી નેશનલ હાઇવે નં-8નું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી છે તેને લઈને ડ્રેનેજ બ્લોક થઇ જતા વરસાદી પાણી રસ્તાઓ ભરાવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 73 મિમી, ખેડબ્રહ્મામાં 110 મિમી, તલોદમાં 25 મિમી, પ્રાંતિજમાં 18 મિમી, પોશીનામાં 155 મિમી, વડાલીમાં 54 મિમી, વિજયનગરમાં 69 મિમી અને હિમતનગરમાં 63 મિમી વરસાદ નોંધાયો છે.


પોરબંદરનો જન્મદિવસ : સુદામાની નગરીએ આજે 1029 વર્ષ પૂરા કર્યાં


પાટણ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ વહેલી સવારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નવા ગંજ નજીક રેલવે ગરનાળું વરસાદી પાણીથી ભરાઇ ગયું છે. કોલેજ નજીક બનાવેલ રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા અવર જવરનો રસ્તો બંધ થયો છે. તો બીજી તરફ સતત ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...