આણંદ : જિલ્લામાં ગુરૂવારે રાત્રે મેઘરાજાની પધરામણી થઇ હતી. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બારેમેઘ ખાંગા થયા હોય તે પ્રકારે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ ગઇ હતી. અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. 11 જેટલા પશુઓના મોત નિપજ્યાં હતા. બોરસદમાં પડેલા ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કસારી ગામે તળાવમાં સ્લિપ થતા કૃણાલ ઉર્ફે સંજુ લાલભાઇ પટેલનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TAPI માં શાંતિપુર્ણ રીતે રથયાત્રા સંપન્ન, કોરોનાકાળ બાદ ભગવાન પહેલીવાર નિકળ્યા નગરચર્યાએ


આણંદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ બોરસદમાં તારાજી સર્જાઇ હતી. માત્ર ચાર કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મેઘરાજાની કૃપા થવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ દ્વારા રાત્રે જ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક સ્થળો પર પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત કાંસની સફાઇનું કામકાજ પણ તત્કાલ હાથ ધરવામાં આવ્યું હતું. 


ભગવાનના પ્રસંગમાં રાજકીય મતભેદ ભૂલાયા, બાવળિયા-ફતેપરા એક જીપમાં સવાર થયા


આણંદ જિલ્લામાં ગુરૂવારે નમતી બપોરેથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સખત બફારા વચ્ચે મેઘરાજા તુટી પડ્યાં હતા. વરસાદ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં 11 ઇંચથી વધારે વરસાદ પડતા સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કયા કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો બોરસદમાં 282 મિ.મી, આંકલાવમાં 78, આણંદ 28, ઉમરેઠ 21, ખંભાત 26, તારાપુર 42, પેટલાદ 42, સોજીત્રામાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube