અમદાવાદ : ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં બે નિવૃત પોલીસ અધિકારીઓ ડી.જી વણઝારા અને એન.કે અમીન સામે કાર્યવાહી કરવા માટેની મંજુરી અંગે વિમાસણ જેવી પરિસ્થિતી પેદા થઇ છે. કોર્ટ દ્વારા આ અંગે ફોડ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, સીબીઆઇને કાર્યવાહી કરવા માટે તેમની કોઇ જ ભુમિકા નથી. કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કાર્યવાહી કરવાનાં આદેશ આપવામાં તેમની ભુમિકા અંગે કોઇ સવાલ જ પેદા નથી થતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ અંગે સીબીઆઇ સ્પેશ્યલ જજ જે.કે પંડ્યાએ સ્પષ્ટતાની માંગ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, મંજુરી અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે. શા માટે આટલું મોડુ થઇ રહ્યું છે. 

જો કે આ અંગે દલીલ કરતા સીબીઆઇ જજ આર.સી કોડેકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મંજુરી બાબતે સીબીઆઇએ કાંઇ જ કહેવાનું હોતુ નથી. માટે આ અંગે વધારે ટીપ્પણી કરવી યોગ્ય નહી ગણાય. જેના પગલે કોર્ટ દ્વારા આગામી સુનવણી 28મી જાન્યુઆરીએ રાખી હતી. ઉપરાંત સરકારને પણ મંજુરી નહી આપવા અંગે જવાબ રજુ કરવા માટેની તાકીદ આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લે્ખનીય છે કે, ઇશરત જહાં કેસમાં બે રાજ્યનાં અનેક પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે. જેમાં મોટા ભાગનાં અધિકારીઓને ક્લિનચીટ મળી ચુકી છે. જ્યારે કેટલાક પર હજી સુધી કેસ ચાલી રહ્યો છે. ગુજરાતનાં તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહનાં નામ પર પણ આ કેસ મુદ્દે છાંટા ઉડી ચુક્યા છે.