ગુજરાતમાં એક પણ અકસ્માત ન થાય તેવા લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ: આર.સી ફળદુ
મંત્રીના હસ્તે વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વિતરણ કરાયા હતા. મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક સંપન્ન થઇ છે. ૩ વિવિધ કેટેગરીમાં કુલ ૯ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ એનાયત કરાયા. માર્ગ સલામતી ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે હેતુ એવોર્ડની ધનરાશિમાં વધારો કરાયો : પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને અનુક્રમે રૂ.૧,રપ,૦૦૦/-, રૂ.૧,૦૦,૦૦૦/- અને રૂ.૭૫,૦૦૦/-એનાયત કરાયા હતા. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. વાહન અકસ્માતના મૂળ સુધી પહોંચવા આર. એન્ડ બી., આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા ટીમ કાર્યરત છે. વાહન અકસ્માત નિવારણ સંદર્ભે શાળા-કોલેજોમાં વિવિધ વેબિનાર યોજાયા છે. શાળા કોલેજના સ્કુલ વાનના ડ્રાયવરોને તાલીમ આપવામાં આવશે.
ગાંધીનગર : મંત્રીના હસ્તે વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વિતરણ કરાયા હતા. મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક સંપન્ન થઇ છે. ૩ વિવિધ કેટેગરીમાં કુલ ૯ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ એનાયત કરાયા. માર્ગ સલામતી ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે હેતુ એવોર્ડની ધનરાશિમાં વધારો કરાયો : પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને અનુક્રમે રૂ.૧,રપ,૦૦૦/-, રૂ.૧,૦૦,૦૦૦/- અને રૂ.૭૫,૦૦૦/-એનાયત કરાયા હતા. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. વાહન અકસ્માતના મૂળ સુધી પહોંચવા આર. એન્ડ બી., આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા ટીમ કાર્યરત છે. વાહન અકસ્માત નિવારણ સંદર્ભે શાળા-કોલેજોમાં વિવિધ વેબિનાર યોજાયા છે. શાળા કોલેજના સ્કુલ વાનના ડ્રાયવરોને તાલીમ આપવામાં આવશે.
વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ‘સેફ એન્ડ સિક્યોર ગુજરાત’ના ધ્યેયને સાકાર કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. રાજ્યમાં વાહન અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને તે દિશામાં આગળ વધવા સતત પ્રયાસો કરી રહી છે ત્યારે આ ક્ષેત્રે નાગરિકો પણ જનજાગૃતિ કેળવીને યોગ્ય સહકાર આપે તે જરૂરી છે. માર્ગ સલામતી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. માર્ગ અકસ્માતમાં થતા એક એક દુ:ખદ મૃત્યૃ સાથે રાજ્ય સરકારની ઊંડી સંવેદના જોડાયેલી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
વરસાદ આવે કે ન આવે ગુજરાતનાં દરેક ખેડૂતનાં ખેતરમાં જોઇએ તેટલું પાણી હશે, સરકારની જાહેરાત
આજે ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પારિતોષિક: ૨૦૨૦-૨૧ના ૩ વિવિધ કેટેગરીમાં ૯ વિજેતાઓને એવોર્ડ એનાયત કરતા મંત્રી ફળદુએ કહ્યુ હતુ કે, વાહન અકસ્માતોનું પુનરાવર્તન ન થાય તે માટે વધુ સઘન પગલા લેવા તમામ વિભાગના વડાઓને સૂચના આપી હતી. તેમણે ઉમેર્યુ કે, વાહન અકસ્માત નિવારી શકાય તે માટે જાગૃતિ લાવવા પ્રયાસો પ્રાથમિક શાળાએથી શરૂ કરવા જોઇએ. વાહનોની વધુ સ્પીડ અને ભૂલ ભરેલા ડ્રાઈવિંગથી અકસ્માતોની સંભાવના વધે છે તેથી વાહન ચાલકોને માર્ગ સલામતી સંદર્ભે યોગ્ય તાલીમ મળે તે જરૂરી છે. વાહન અકસ્માત નિવારણ સંદર્ભે જનજાગૃતિ કેળવવા શાળા-કોલેજોમાં વિવિધ વેબિનાર યોજવામાં આવ્યા છે અને આગામી સમયમાં શાળા અને કોલેજના સ્કુલવાનના વાહનચાલકોને પણ તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કરાયો છે. આમ, વિદ્યાર્થી કક્ષાએથી જ વાહન અકસ્માત નિવારણ સંદર્ભે જનજાગૃતિ કેળવવા હાથ ધરાયેલ કામગીરીની પણ મંત્રીએ સમીક્ષા કરી હતી.
અત્યાર સુધી ફળ મળતાં નહોતાં, હવે તો બધાને ફળ મળશે જ, સરકારનું અનોખું અભિયાન
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના માર્ગોની સ્થિતી ખૂબ જ સારી છે. રાજ્યના આર્થિક વિકાસના કારણે વાહનોની સંખ્યા પણ વધી છે ત્યારે માર્ગ અકસ્માત તથા તેમાં થતા મૃત્યૃમાં ઉત્તરો ઉત્તર ઘટાડો થાય એ સરકારની નેમ છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. જે અંતર્ગત અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા અકસ્માતના મૂળ સુધી પહોંચવા માટે માર્ગ મકાન વિભાગ, આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ ટીમની રચના કરવામાં આવી છે. જેના દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યુ છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ વાહન અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા રાજ્ય સરકારે મહત્તમ હદે સફળતા પ્રાપ્ત કરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં માર્ગ અકસ્માતામાં નોંધાયેલ ઘટાડો રાજ્યના નાગરીકોની જાગૃતિ તથા સરકારના વિવિધ વિભાગોના સંયુક્ત પ્રયાસને આભારી છે. આ ઘટાડામાં માર્ગ સલામતી માટે સ્વપ્રેરણાથી અને ધગશથી કામ કરતા વ્યક્તિઓ, સંસ્થાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે. આ યોગદાનની નોંધ લેવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં માત્ર બે લાખની કુલ ધનરાશીથી શરૂ થયેલ આ એવોર્ડ આજે કુલ દશ લાખની ધનરાશી યુક્ત થયો છે. વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં આ એવોર્ડમાં રૂ.૨૦,૦૦૦/- નું પ્રથમ પારિતોષિક હતું જે હવે ૧,રપ,૦૦૦/- નું કરાયું છે. બીજુ ઈનામ રૂ.૧૫૦૦૦/- નું હતુ એ ૧,૦૦,૦૦૦/- નુ કરાયું છે. ત્રીજુ ઈનામ રૂ.૧૦,૦૦૦/- નુ હતુ તે રૂપિયા ૭૫,૦૦૦/- નુ કરાયું છે. આ ઈનામની રાશિ વધારવાનો હેતુ માર્ગ સલામતી ક્ષેત્રે જાગૃતતા ફેલાય અને વધુને વધુ નાગરિકો આ ક્ષેત્રે કામ કરવા જોડાય તેવો છે.
વાત સમજ્યા વગર ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા છે: નીતિન પટેલ
મહાનુભાવોના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વર્ષ-૨૦૨૦-૨૧ વિતરણ કરાયા છે જેમાં ત્રણ કેટેગરીમાં સ્વૈચ્છિક વ્યક્તિઓ, સંસ્થાઓ અને સીટી - ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીનો સમાવેશ કરાયો છે. સ્વૈચ્છિક વ્યક્તિઓની કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે જે.વી.શાહ, ડૉ.પ્રવિણચંદ્ર કે. કાનાબાર અને બ્રિજેશ એમ વર્માની પસંદગી કરાઇ હતી. સંસ્થાની કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે All Gujarat Institute of Driving Technical Training & Research. Vadodara, L & T રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડ. જામનગર અને JP Research India Private LTD, Ahmedabad જ્યારે સીટી અને ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે સીટી રોડ સેફ્ટી કમિટી સુરત શહેર,સીટી રોડ સેફ્ટી કમિટી અમદાવાદ શહેર અને સીટી રોડ સેફ્ટી કમિટી રાજકોટ શહેરને પારિતોષિક એનાયત કરાયા હતા. આ બેઠકમાં વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ અને રોડ સેફ્ટી કમિશનર લલિત પાડલીયા તથા વિવિધ વિભાગના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube