ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઉત્તર ભારતના લોકો પર થઈ રહેલા હુમલા અંગે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દુધમાં સાકરની જેમ ગુજરાતમાં ભળેલા લોકો પર થતાં હુમલા નિંદનીય ઘટના છે. કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, કોઈના પણ રાજકીય બદઈરાદા સફળ નહીં થવા થઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની સતર્કતાના કારણે 24 કલાકમાં મોટાભાગના ગુનાઓને અટકાવી શકાયા છે. સાથે જ પરપ્રાંતીયો પર હુમલા કરનારાને સખત સજાની પણ વાત કરી હતી. અન્ય રાજ્યોના નાગરિકોને સધિયારો આપવો એ આપણી નૈતિક ફરજ છે. રાજ્ય સરકાર શાંતિ-સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેતા અચકાશે નહીં. રાજ્યમાં બનેલા બનાવો સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે, ત્યારે ગુજરાતની શાંતિ-સલામતી ડહોળવાના પ્રયાસોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.


પરપ્રાંતિયોને ધમકી આપતો વીડિયો જોવા ક્લિક કરો


આ ઘટના પર દુખ વ્યક્ત કરતા પ્રદીપસિંહે કહ્યું કે, રાજ્યમાં રહેતા તમામ લોકો વર્ષોથી સુખ-શાંતિનો અનુભવ કરી રહ્યાં છે. સીએમે પણ આ અંગે દુખ વ્યક્ત કર્યું છે. જો કોઈ લોકો રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની પર પગલા ભરવામાં આવશે.ઉત્તર ભારતના લોકો પર થયેલા હુમલા અંગે વાત કરતા ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું કે, અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 57 કેસ નોંધવામાં આવ્યા છે. 


સોશિયલ મીડિયા પર ધ્યાન રખાશે
પ્રદીપસિંહે કહ્યું કે, દરેક જિલ્લાના વહિવટી અધિકારીઓને પોલીસ વડાએ જરૂરી સૂચના આપી છે. કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. શાંતિ, સલામતિ અને સુરક્ષા તે ગુજરાત સરકારનો મૂળ મંત્ર છે. જે લોકો સોશિયલ મીડિયામાં અફવા ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેમને છોડવામાં આવશે નહીં. આવા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને સજા આપવામાં આવશે.


હુમલાની ઘટનાને પગલે નિતિશ કુમારે CMને કર્યો ફોન


પરપ્રાંતીયોને સુરક્ષા અપાશે
ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું કે, બહારના લોકો જ્યાં કામ કરે છે અને રહે છે ત્યાં સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને તેમને સુરક્ષા આપવામાં આવી છે. આ માટે અધિકારીઓ સાથે મળીને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.