હિંસક ઘટનાને વખોડીએ છીએ, લોકોને શાંતિ જાળવવા અપીલ છેઃ અમિત ચાવડા
આ અગાઉ કોંગ્રેસ(Congress) પર કરેલા આક્ષેપો અંગે અમિત ચાવડાએ(Amit Chavda) જણાવ્યું હતું કે, ` આવા બનાવો સામે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે સરકાર કોંગ્રેસ પર આક્ષેપો કરે છે. લોકોની શાંતિ અને સલામતી જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર પોતાની નિષફળતા છુપાવવા કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે. સરકારે નિવેદનબાજી કરવાને બદલે લોકોની શાંતિ અને સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.`
ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદમાં ગુરૂવારે બંધના એલાન પછી કેટલાક વિસ્તારોમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીના ખબરઅંતર પુછવા માટે શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda) સહિતના નેતાઓ પહોંચ્યા હતા. અમિત ચાવડાએ (Amit Chavda) જણાવ્યું કે, "પોલીસ કર્મચારીઓના મુખે સમગ્ર ઘટના અંગે હકીકત સાંભળી છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, તમામ ઇજાગ્રસ્તો જલ્દી સાજા થઈ જાય. સામાજિક સંગઠનના ભાગરૂપે પોલીસની મંજૂરી માગી હતી. પોલીસ તથ્યો સાથે તપાસ કરી રહી છે. તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ."
આ અગાઉ કોંગ્રેસ(Congress) પર કરેલા આક્ષેપો અંગે અમિત ચાવડાએ(Amit Chavda) જણાવ્યું હતું કે, " આવા બનાવો સામે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે સરકાર કોંગ્રેસ પર આક્ષેપો કરે છે. લોકોની શાંતિ અને સલામતી જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર પોતાની નિષફળતા છુપાવવા કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે. સરકારે નિવેદનબાજી કરવાને બદલે લોકોની શાંતિ અને સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ."
NRC અને CAAના વિરોધમાં ગુજરાતમાં થયેલી હિંસા અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, "ગુજરાતમાં ઘણાં દિવસોથી અલગ અલગ સંગઠન દ્વારા લોકો શાંતિપ્રિય વિરોધ કરી રહ્યા છે. અમુક વિસ્તારમાં અસામાજિક તત્વોએ શાંતિપ્રિય વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ધમાલ કરી છે. વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસાને વખોડીએ છીએ. જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો થયો છે તેને અમે વખોડી નાખીએ છીએ."
સોશિયલ મીડિયોમાં ફેક વીડિયો શેર કરવા બદલ અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, " સરકારે જો આગોતરું આયોજન કર્યું હોત તો આવી ઘટના નિવારી શકાય તેમ હતી. મુઠ્ઠીભર લોકો ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો આવા લોકોનો હાથો ન બને તેવી અમારી અપીલ છે. લોકોએ અફવાઓથી પણ દુર રહવું જોઈએ."
શહેઝાદખાન પઠાણની ધરપકડ અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, "જે વિસ્તારમાં હિંસક બનાવો બન્યા તે વિસ્તારમાં શાંતિપ્રિય પ્રદર્શન થઈ રહ્યું હતું. શંકાના આધારે આવી ધરપકડ કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં આ બાબતે રાજનીતિ ન થવી જોઈએ, રાજકીય હિસાબો પુરા ન થવા જોઈએ."
અમદાવાદ બાદ હવે વડોદરામાં CAA નો વિરોધ, સંવેદનશીલ હાથીખાનામાં પોલીસની ગાડી પર પત્થરમારો
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, " ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે, મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા હિંસા કરાવવી. ભાજપ સરકારના ઈશારે મુઠ્ઠીભર અસામાજિક તત્વો દ્વારા હિંસાનો બનાવ બન્યા હોય એવું લોકો માની રહ્યા છે. અમારી સ્પષ્ટ માગ છે કે, જે પણ જવાબદાર હોય એની સામે કાર્યવાહી કરો. અમે તમારી સાથે છીએ."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube