ઉદય રંજન/અમદાવાદઃ ભારતદેશમાં સૌથી વધારે યુવાનો છે ત્યારે વધુ ને વધુ યુવાનો ઉધોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવાના પ્રયાસના ભાગ રૂપે અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 'વાઇબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દરેક ઉદ્યોગ ગૃહમાં નવી પેઢી આવી ગઈ છે. સમય સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે, ટેક્નોલોજી સાથે ચાલવું પડશે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે આ પ્રસંગે બોલતા જણાવ્યું કે, ગુજરાતીઓના લોહીમાં વેપાર છે ત્યારે વેપાર થકી વિકાસ કરવાના પ્રયાસમાં યુવાનોએ તેમનું યોગદાન આપવું જોઈએ. રોબોટીક્સ, શીપીંગ, સ્કિલ ડેવ્લોપમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં યુવાનો આગળ વધ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતા વર્ષે જાન્યુઆરી, 2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ત્યારે દેશના યુવાન ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા 'વાયબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમાં દેશભરના યુવાન ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશના અનેક જાણીતા ઉદ્યોગગૃહોના યુવાન ઉદ્યોગ સાહસિકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા. 


રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાન ઉદ્યોગકારોનો સંબોધતા જણાવ્યું કે, "આજે જ્યારે નવી પેઢીએ બધું જ સંભાળી લીધું છે ત્યારે નવા વિચારો સાથે તાલમેલ સાધવાની જરૂર છે. યુવાનો જે રીતે સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેને પ્રોત્સાહન મળવું જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત એક ગ્લોબલ પ્રોજેક્ટ છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી પેઢી આગળ જઈ રહી છે. સમયની સાથે ઉદ્યોગોમાં બદલાવ જરૂરી છે. ટેકનોલોજી સાથે ચાલવું ચાલીશું તો જ સફળતા હાથ લાગશે. જે લોકો સમય સાથે પરિવર્તન કરે છે તે આગળ જાય છે. જૂની પેઢીઓએ શૂન્યમાંથી સર્જન કર્યુ છે. તમારે સમય સાથે આગળ વધતા રહેવું પડશે. હવે કોઈ મોનોપોલી રહી નથી, દિવસે ને દિવસે  સ્પર્ધા વધી રહી છે."


[[{"fid":"192050","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું કે, " ગુજરાતના વિકાસમાં વેપાર મહત્વનું પાસું છે. ગુજરાતના વિકાસમાં આપ યુવાનો યોગદાન આપો. યુએસ અને ચાઇના બાદ આપણે જીડીપીમાં ત્રીજા નમ્બરે છીએ. યુવા ઉધ્યોગકારોમાં સૌથી વધુ આગળ આપણો દેશ છે. રોબાટિક્સ, શિપિંગ અને કૌશલ્યવર્ધન ક્ષેત્રે યુવાનો આગળ આવે તો દેશને વધુ ફાયદો થઈ શકે છે. ઓટોમેશન અને MSME સેક્ટરમાં પણ ગુજરાત આગળ છે."


જે. એન. સિંઘે વધુમાં જણાવ્યું કે, "20-30 વર્ષ પહેલા આપણાં જ અમુક ઉદ્યોગ સાહસિકોએ પહેલ કરી હતી, જે અત્યારે દેશમાં આગળ છે. સરકાર પણ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. મેન્યુફેકચર, આઇટી અને કૌશલ્યવર્ધનમાં ગુજરાત સરકાર મદદ કરી રહી છે. સરકાર અને તંત્ર તમારા માટે છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પણ તમારા જેવા યુવાનોના સપોર્ટની જરૂર છે. વાયબ્રન્ટમાં આવતા ડેલિગેશન સાથે પણ યુવાન ઉદ્યોગકારોની મીટિંગ કરાવીશું."


[[{"fid":"192051","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


અદાણી પોર્ટ્સના CEO કરણ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, "ભારત પાસે ખુબ જ યુવાશક્તિ રહેલી છે, પરંતુ યુવાનોને પૂરતી ટ્રેનિંગ મળતી નથી એ મુશ્કેલી છે. ગુજરાતમાં ખુબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી દિવસોમાં કે પ્રોજેક્ટ માટે પુરતું નથી. સરકારે એક સ્થિર પોલિસી બનાવી જોઇએ. વિશ્વ જ્યારે આગળ જઇ રહ્યુ છે ત્યારે આ મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઇએ."


[[{"fid":"192052","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ટોરેન્ટ એનર્જીના જીનલ મહેતાએ જણાવ્યું કે, " રિવોલ્યુશન માટે ઘણા મુદ્દાઓનું સમાધાન જરૂરી છે. આપણી સંસ્થાઓ હજુ ઘણી ધીમી ચાલી રહી છે. કોઇ પણ રિવોલ્યુશન માટે પ્રાથમિક વસ્તુઓ અનિવાર્ય છે. ઇન્ડસ્ટ્રી 2.0 માટે જરૂરી છે મશીન, લર્નિંગ, ઇલેક્ટ્રિક અને માહિતીઓ. હવે આપણે ઇન્ડસ્ટ્રી 4.0 માટે તૈયાર થવું જોઇએ. ટોરેન્ટ આ બધા માટે કામ કરી રહ્યું છે. સરકાર જે પ્રમાણે ઉધ્યોગપતિઓ માટે ધ્યાન આપી રહી છે તે ખૂબ જ સારી વાત છે."


[[{"fid":"192053","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ક્લેરિસ લાઈફના વીસી અર્જુન  હાન્ડાએ જણાવ્યું કે, "10 વર્ષે પહેલાના અને અત્યારના ગુજરાતમાં ઘણું જ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઉદ્યોગોમાં ફેરફાર થયા છે. કંપનીઓમાં હવે મજુરોની જગ્યાએ મશીન કામ કરી રહ્યા છે. યુવાન ઉદ્યોગપતિઓના આગમનથી ગુજરાતને ઘણો ફાયદો થયો છે. પહેલા અમુક પ્રોજેક્ટ કે કામ માટે મુંબઈ જવું પડતું હતું. ગુજરાતીઓ વેપારમાં પાવરધા છે. તેમને જો એક તક મળે તો પછી તે તેને જતી કરતા નથી. ગુજરાતીઓને જો સારો સપોર્ટ મળે તો કોઈની તાકાત નથી કે તેમને પાછળ રાખી શકે."