Weather Department: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, SDRFની ૧૧ ટીમ એલર્ટ
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે,ગત સપ્તાહે રાજયમાં સારો વરસાદ થયો છે. તા. ૨૩ જુલાઇથી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદના છોટાઉદેપુર (Chotaudepur) ના જેતપુરપાવી અને તાપીના દોલવણા (Dolvana) માં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના બોડેલી, વલસાડના વાપી, પારડી, વડોદરા જિલ્લાના ડભોઇ, વડોદરા તાલુકામાં, નર્મદા જિલ્લાના દેડિયાપાડા, અને નવસારીના ખેરગામમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 27 તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
રાજય (Gujarat) માં અત્યાર સુધી તા.૨૦-જુલાઇ ૨૦૨૧ અંતિત ૨૦૬.૯૪ મી.મી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજય (Gujarat) ની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૨૪.૬૪ ટકા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદ (Heavy Rain) ની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે,ગત સપ્તાહે રાજયમાં સારો વરસાદ થયો છે. તા. ૨૩ જુલાઇથી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૧૯ જુલાઇ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયુ છે.
Ahmedabad ના સો વર્ષ જૂના ગાર્ડનને 3 કરોડના ખર્ચે મળશે નવો Look
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૨૬૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૪.૬૮ટકા છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૨૪૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૦૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૩ જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૬જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ-૦૬ જળાશય છે.
એન.ડી.આર.એફ. (NDRF) ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧- જુનાગઢ, ૧-કચ્છ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે ૬- ટીમ વડોદરા અને એક ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ તે ઉપરાંતની એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ એલર્ટ રાખવામાં આવી છે.
Amreli: લગ્ન વાંછુકો થઇ જાય સાવધાન, આ કિસ્સો વાંચો લો નહીતર પેટ ભરીને થશે પસ્તાવો
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube