Gujarat Weather Forecast: કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડમાં ગુજરાત ફરી એકવાર ઠંઠુવાયું છે. રાજ્યના 15 શહેરોમાં 10 ડિગ્રી કે તેનાથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં 5.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ આગાહી કરી છે કે સોમવારે અમદાવાદ અને ભાવનગરમાં કોલ્ડ વેવનો અનુભવ થશે. સોમવારે અમદાવાદ અને ભાવનગરમાં ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી આસપાસ રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તમામ બોર્ડર પર કેમ આપવામાં આવ્યું હાઈઅલર્ટ? આગામી સાત દિવસ ખુબ જ ખાસ!


દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે. ત્યારે સોમવારથી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે. 2થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં વાતાવરણ સુકૂં રહેશે જ્યારે પાંચેક દિવસ શીતલહેરનો પણ અનુભવ થશે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહી શકે છે.


પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રજૂ થશે ગુજરાતની ઝાંખી, જાણો શું હશે અનોખી થીમ?


10 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન
રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. ત્યારે 10 શહેરોમાં 10 ડિગ્રી કે તેનાથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં કચ્છનું નલિયા 5.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે ગાંધીનગર, વલસાડ, નર્મદામાં 8.3 ડિગ્રી તાપમાન, પંચમહાલમાં 8.4, પાટણમાં 8.9 ડિગ્રી તાપમાન, દાહોદમાં 9, અમદાવાદમાં 9.3 ડિગ્રી તાપમાન, છોટાઉદેપુરમાં 9.5 અને ભુજમાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી યુવક ફરાર, પાડોશીઓ દોડીને આવ્યા ત્યારે તો...


અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં તારીખ 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે. અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે. બે દિવસ બાદ માવઠું થઇ શકે છે. 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાંક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.