અમદાવાદ સહિત આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં પવન સાથે વરસાદ પડી શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં અઢી ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાક માટે આ વિસ્તારમાં વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજે 7 વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાને કહ્યું અમદાવાદમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગે કહ્યું કે આ દરમિયાન 40 કિમી કે તેનાથી ઓછી ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. તો હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ વરસસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આજે રમાનારી ફાઇનલમાં વરસાદ ફરી વિલન બની શકે છે. નોંધનીય છે કે ગઈકાલે ભારે વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી, જે આજે રિઝર્વ ડેમાં રમાવાની છે.
કમોસમી વરસાદ
દેશમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજી વાર છે, પરંતુ કમોસમી વરસાદ કનડી રહ્યો છે. આવામાં પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં 7 થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જુનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. સાથે જ વાવાઝોડાનું સંકટ પણ આવી ચઢશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube