Monsoon Arrival : દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે. આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે, જે તેમણે ખરીફ પાકના વાવાણી માટે બહુ કામની સાબિત થશે. ગુજરાતમાં ખરીફ સિઝનની વાવણી 80થી 82 લાખ હેક્ટરમાં થાય છે. ખેડૂતો એ આ વાવણીમાં સૌથી વધારે તકેદારી રાખવાની જરૂર છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં મગફળી અને કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. 


4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે


ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. 


આ રીતે નુકસાનીથી બચજો
ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.


આ દિવસથી શરૂ થશે પ્રિ-મોન્સૂન વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે.


ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર


ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 


4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 


ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.


ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે.