Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. 15 જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. આ કારણે લોકોમાં હરખની હેલી જોવા મળી. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સોમવારે 14 ઈંચ વરસાદથી ઉમરપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ બની હતી. ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, 16 થી 20 જુલાઇ દરમિયાન રાજ્યમા સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં અમુક જિલ્લામા અતિ ભારે વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઝનનો મોટો રાઉન્ડ આ દિવસથી શરૂ થશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવાં આવી છે. પરેશ ગોસ્વામીએ વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખુબ વરસાદ ખુબ પડશે. જયારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડશે. ધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આવતી કાલ એટલે કે 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.


આગામી બે દિવસ ભારે રહેશે
આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 


અંબાલાલ પટેલે પણ કરી આગાહી 
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. સરખેજ, સાણંદ, બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે. ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે, તો ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે. જસદણ અને વીંછીયામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. વાવ, દિયોદર, થરાદ તાલુકો, સુઈગામ, હારીજના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આગામી 72 કલાકમાં મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી છે. બહુરાજી, કડી, શંખેશ્વરમાં વરસાદની શક્યતા છે. સમી-હારીજ તાલુકામાં વરસાદ વરસી શકે છે. 


સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું
સુરતના છેવાડાના ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું...ઉમરપાડામાં આભ ફાટતા જનજીવન ખોરવાયું છે...ઉમરપાડાના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા જેથી અનેક લો લેવલ કોઝ વે પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ...જુઓ આ દ્રશ્યો...નદી વહેતી હોય તેવી રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે...ઉમરપાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.