• જુનાગઢમાં વરસાદની આગાહી કરનાર આગાહીકારોનો ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો

  • જૂનાગઢમા એકત્ર થયેલા આગાહીકારોએ આ વર્ષ ચોમાસાની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની આગાહી કરી


ભાવિન ત્રિવેદી/જુનાગઢ :જલ્દી જ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ત્યારે જુનાગઢમાં વરસાદની આગાહી કરનાર આગાહીકારોનો ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમા ઓનલાઈન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સિટીના 27 મા વર્ષા વિજ્ઞાન પરિષદમાં દેશભરના 40 જેટલા આગાહીકારો જોડાયા હતા. જેઓએ વર્ષા ઋતુની આગાહી કરી હતી. જેમાં આ વર્ષે 10 થી 12 જૂન સુધીમાં વરસાદ આવશે તેવી આગાહી કરી છે. સાથે જ જૂનના અંત સુધીમાં વાવણી થઈ જશે તેવુ જણાવ્યું. સાથે તેમણે આગાહી કરી કે, જુલાઈના અંતમા અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. 16 ઓગસ્ટની આસપાસ વરસાદની ખેંચ વર્તાય તેવા સંજોગો પેદા થશે.


આ પણ વાંચો : ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે લેટેસ્ટ પ્રાઈઝ


જૂનાગઢમા એકત્ર થયેલા આગાહીકારોએ આ વર્ષ ચોમાસાની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની આગાહી કરી છે. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં કૃષિ યુનિના કુલપતિ ડો.વી.પી. ચોવટીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. દરમિયાન કુલપતિ ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતુ઼ કે, વરસાદના પૂર્વાનુમાનનું ઘણું મહત્વ છે. પૂર્વાનુમાનને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. આગાહીકારો ભડલી વાકયો અને પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. 


આ પણ વાંચો : ધોરણ 10 ના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ, આજથી શાળાઓ વેબસાઈટ પર માર્ક અપલોડ કરશે 


આ વર્ષની વરસાદની આગાહીને લઈને આગાહીકાર ધનસુખભાઈ શાહે માહિતી આપી કે, જૂન મહિનામાં માફકસર થી અતિભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં
થઇ શકે. વાવણી કરવા લાયક વરસાદ ઉપરાંત કયાંક પુર આવવાની શકયતા. જુલાઇમાં વરસાદનું જોર ઘટે અને જુલાઇનાં અંતમાં વરસાદનું વાતાવરણ બંધાઇ શકે.
ઓગષ્ટમાં મીનીવાવાઝોડાની શકયતા.