આ વખતે કેવું છે ચોમાસું? અમદાવાદ સહિત આખા દેશ માટે મહત્વના સમાચાર
હાલમાં જ્યારે લોકડાઉન છે ત્યારે 20મી એપ્રિલ બાદ સરકારે ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં છૂટ આપવાની ગાઈડલાઈન જાહેર કરી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ : હાલમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની સમસ્યા છે ત્યારે દેશ માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે બુધવારે 2020 માટે ચોમાસા સાથે જોડાયેલી આગાહી જાહેર કરી છે જેમાં આ સીઝનમાં ચોમાસું સમાન્ય રહેશે તેમ કહેવાયું છે. આ વર્ષે 96થી 104 ટકા વરસાદ પડશે.
દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસું અલગ-અલગ સમયે આવે છે અને પાછું જાય છે. જોકે સામાન્ય રીતે દરવર્ષે કેરળના દરિયાકાંઠે ચોમાસું 1લી જૂન સુધીમાં પહોંચી જતું હોય છે. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે પણ કેરળના તટ પર 1લી જૂને ચોમાસાનું આગમન થઈ જશે.
ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સીઝન હોય છે. આ સંજોગોમાં સામાન્ય ચોમાસાની ભવિષ્યવાણી ખેડૂતો માટે એક સારા સમાચાર છે. દેશમાં મોટાભાગે આ દરમિયાન જ પાકની વાવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે સમયસર ચોમાસું આવવાથી ખેડૂતોને આ વર્ષે સારો પાક થવાનો અંદાજ છે. હાલમાં જ્યારે લોકડાઉન છે ત્યારે 20મી એપ્રિલ બાદ સરકારે ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં છૂટ આપવાની ગાઈડલાઈન જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube