રાજુ રૂપારેલિયા/દ્વારકા :રાજ્ય(Gujarat) માં બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછીમારોને દરિયો ને ખેડવા સૂચના
આગામી 48 કલાક દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને દરિયામાં માછીમારી ન કરવા જવા માટે સૂચના અપાઈ છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરનાં કારણે દરિયામાં ખરાબ હવામાન સર્જાયું છે. જેને કારણે માછીમારીની સલામતીને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. દરિયામાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પરત બોલાવી લેવાની સૂચનાઓ પણ જાહેર કરાઈ છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા મનાઈ ફરમાવાઈ છે. માછીમારોને નજીકનાં બંદરે આવી જવા સૂચનાઓ મળી છે. આ મામલે બોટ એસોસિયશનના સભ્યો દ્વારા મંડળોને જાણ કરાઈ છે. 


હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. જેના બાદ 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદનું જોર રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આમ, આગામી 10 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :