અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના બન્ની અને  નખત્રાણાના છારી ફુલાય ગામમાં કરા સાથે હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે અમુક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા અપર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે કે આગામી 48 કલાકમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેશે અને
3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે વરસાદ, સર્જાયા ટ્રાફિકજામના દ્વશ્યો


આ ઉપરાંત દિલ્હી, એનસીઆર, નોઇડા, હિમાચલ પ્રદેશમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં  ગત બે દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વાદળ ફાટતાં 15 ઘરોમાં ભારે નુકસાન થયું છે. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી અનુસાર વાદળ ફાટતાં ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

VIDEO: સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દ્વારકા, જસદણમાં કમોસમી છાંટા


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો થયો છે. દિલ્હીમાં વહેલી સવારથી દિલ્હીમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે ગરમી બાદ અચાનક વરસાદ પડતા લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી.જો કે હવામાન ખાતાએ આગામી 24 કલાક સુધી વરસાદની શકયતા વ્યકત કરી છે.


આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદની શક્યતા કરી છે.