ઝી મીડિયા/બ્યૂરો :જો તમને હાલ ઠંડી ઓછી લાગી રહી છે, અને તમે વિચારી રહ્યા છો કે ઠંડી જતી રહી છે તો તમે ખોટા છો. કારણ કે, ઠંડી હજી ગઈ નથી, અને જવાની પણ નથી. કારણ કે, ગુજરાતનું વાતાવરણ (weather update) પલટાવા જઈ રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડી (coldwave) નુ મોજુ છવાશે. ઠંડીનુ વધુ એક રાઉન્ડ આવશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આજથી અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠાના શહેરોનુ વાતાવરણ પલટાયુ છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. કમોસમી વરસાદ બાદ હવે વાદળછાયુ વાતાવરણ ખેતરના પાકને નુકસાન કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હાલ ઠંડીમાં થોડી રાહત મળશે. વાતાવરણમાં ચાર દિવસ સુધી ઘટાડો નોંધાશે. પરંતુ તેના બાદ કાતિલ ઠંડીનો વધુ એક દોર જોવા મળશે. 15 ફેબ્રુઆરી સાથે વાતાવરણમાં ઠંડી રહેશે. તેના બાદ ઠંડીમાં ઘટાડો થશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયામાં પવનો ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે.


આ પણ વાંચો : કચ્છનો મંગળ ગ્રહ સાથે છે સીધો સંબંધ, NASA ની ટીમ સફેદ રણમાં કરશે રિસર્ચ


અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદનું વાતાવરણ ફરીથી ધુમ્મસવાળું બન્યુ છે. અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો અનુભવ થઈ રહ્યુ છે. ત્યારે અમદાવાદના વાતાવરણને માણવા લોકો બહાર નીકળ્યા છે. તો બીજી તરફ, ધુમમ્સ છાયા વાતાવરણના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં વાતાવરણ ધુમ્મસ છાયું અને ઠડી રહેશે. અમદાવાદમાં પણ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું છે. 


તો મહેસાણામાં પણ વાતાવરણ પલટાયુ છે. બેચરાજી તાલુકામાં ધુમમ્સ છવાયું છે. ધુમમ્સ છવાતા વિઝીબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે. રોડ પર વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા છે. ધુમમ્સને લઈ વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું છે. આવામાં શિયાળુ પાકોને નુકશાન થવાની સંભાવના છે.