અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કુદરત જાણે માનવોથી રુઠી હોય તેવુ લાગે છે. ગ્લોબલ વોર્મિગ (global warming) ને કારણે તમામ મોસમ વિખેરાઈ ગયા છે. તો કુદરતી આફતો અટકવાનું નામ નથી લઈ રહી. તેમાં ભારતમાં જાણે ચોમાસાની હવે કોઈ સીઝન રહી નથી. બારેમાસ વરસાદ થતો રહે છે. જેની સીધી અસર માનવ જીવન પર થાય છે. ત્યારે હવે કડકડતી ઠંડીના દિવસો આવી ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી (weather update) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ (rain) આવી શકે છે. આજે ભાઈબીજના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ આવી શકે છે.


માવઠાથી બીમારીઓ વધશે, ખેડૂતો પર સંકટ
ગુજરાતીઓની નવા વર્ષની શરૂઆત માવઠા સાથે થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે દસ્તક દીધી છે. એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓ ઘરે ઘરે ફેલાઈ રહી છે, આવામાં માવઠુ વધુ બીમારીઓને નોતરશે. તો સૌથી મોટુ સંકટ ખેડૂતોના માથા પર છે. ખેડૂતોનો રવિ પાક માવઠાને કારણે નષ્ટ થઈ શકે છે. નવા વર્ષે ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે.