ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી (coldwave) ના દિવસો શરૂ થઈ ગયા છે. વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. નવા વર્ષની રાતે પણ સૂસવાટાભર્યો પવન અનુભવાતો હતો. આવામાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડુગાર રહેતા નલિયાનુ તાપમાન પણ ઘટી ગયુ છે. નલિયાનો પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ સાથે જ વલસાડ શહેરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો...


  • પોરબંદર, વડોદરા અને ડીસાનું તાપમાન 17 ડિગ્રી 

  • રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી 

  • મહુવા, કેશોદ અને ભાવનગરનું તાપમાન 19 ડિગ્રી

  • અન્ય શહેરોનું તાપમાન 20 ડિગ્રી 


નવા વર્ષની ઉજવણી સાથે જ કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ફુલ ગુલાબી ઠંડીની સાથે નલિયાના તાપમાન ઘટાડો નોંધાયો છે. નલિયા પારો આજે 14.6 ડિગ્રી પર પહોંચ્યો છે. કચ્છમાં ભાઈબીજની વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે.



આજે વરસાદની આગાહી 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ (rain) આવી શકે છે. આજે ભાઈબીજના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ આવી શકે છે.