અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં ચોમાસું (gujarat rain) હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે (winter) ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (weather update) દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ (rain) ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ (monsoon) દસ્તક આપી શકે છે. 


આ પણ વાંચો : પાન-મસાલાની આદત છૂટી જાય તેવા સમાચાર, પકડાઈ નકલી માવો બનાવવાની ફેક્ટરી


ક્યાં ક્યાં વરસાદની શક્યતા 


  • 17 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા

  • ભાવનગર, અમરેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 

  • 18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાત માં પણ વરસાદની શક્યતા 


દેશના અનેક રાજ્યોમાં માવઠુ આવશે 
હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ રાજ્યભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન હજુ ઘટતાં વધુ ઠંડકનો અહેસાસ થશે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ખાસ વધઘટ નહિ નોંધાય. માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.