તૌકતે બાદ ગુજરાત પર ફરી એકવાર સંકટના વાદળો છવાયા, અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો
ભરશિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે. અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.