• હવામાન વિભાગે ચોમાસુ ક્યારેય વિદાય લેશે તેની પણ જાહેરાત કરી છે. 

  • રાજ્યમાં અત્યાર સુધી 134 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ 28 સપ્ટેમ્બર સુધીમાં રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેશે


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અત્યાર સુધી ગુજરાતમાં 134 ટકા વરસાદ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો છે. પરંતુ હવે ગુજરાતમાંથી વરસાદની વિદાય લેવાનો સમય આવી ગયો છે. હવામાન ખાતા (Weather Forecast) ની માહિતી મુજબ, ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવા તરફ આવ્યું છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ કોરું રહેશે. ત્યારે હવામાન વિભાગે ચોમાસુ ક્યારે વિદાય લેશે તેની  જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કપરાડાના રાજકારણમાં નવો વળાંક, પ્રકાશ પટેલે પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત


હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી 134 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ 28 સપ્ટેમ્બર સુધીમાં રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેશે. તે બાદ ગુજરાત અંગેની જાહેરાત કરવામાં આવશે. 


આમ, ગુજરાતમાં હવે ચોમાસુ થોડા દિવસનું મહેમાન છે. આ વર્ષે ગુજરાતના 33 જિલ્લામાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. તો અનેક જિલ્લાઓમા પૂરની સ્થિતિ આવી પડી હતી. 28 સપ્ટેમ્બરને હવે માત્ર 3 દિવસ બાકી છે. તેથી તેના બાદ જલ્દી જ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશે. જે લોકો માટે રાહતના સમાચાર બની રહેશે. ચોમાસાને કારણે મચ્છરજન્ય રોગો વધુ થતા હોય છે. આવામાં ચોમાસું જશે મચ્છરજન્ય રોગો પણ દૂર થશે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આ સમાચાર રાહતના બની રહેશે. 


આ પણ વાંચો : લોહીના સંબંધ વગર આ બંને વૃદ્ધ મહિલાઓ વચ્ચે બંધાયો છે એવો નાતો કે ભગવાન પણ છૂટા ન પાડી શકે