ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં ચોમાસાની મોસમે દસ્તક આપી દીધી છે. અનેક રાજ્યોમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ હવામાન પલટવા જઈ રહ્યું છે. ગુજરાતમાં જલ્દી જ વરસાદનું આગમન થશે. ગુજરાતના અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતમાં 4 જૂનથી વરસાદનું આગમન થશે. આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો : ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું, બે સ્વામીને બે વર્ષ માટે કરાયા તડીપાર 


મંગળવારના રોજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતા આગાહી પગલે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જિલ્લાનું વડુ મથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ સાથે પવનની લહેર પણ જોવા મળી. મંગળવારે સાપુતારા ખાતે પણ વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ છૂટા છવાયો વરસાદ પણ નોંધાયો. 


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કર્યું 


હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં સૌથી પહેલા વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર, રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરાઈ છે. કેરળમાં 3 જૂન સુધી ચોમાસાનું આગમન થઇ શકે છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.