ભાઈ કાળ બનીને તૂટી પડ્યો! બહેનનો લગ્નપ્રસંગ ચાલતો હતો અને ઉપરાછાપરી ઘા ઝીંકી બહેનની હત્યા
સુરતના લિંબાયતમાં રહેતા જિતેન્દ્ર મહાજનને કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પરિવાર પાસે લગ્નની સંમતિ માંગી હતી પણ યુવતીના પરિવારજનો આ માટે સંમત નહોતા થયા.
ચેતન પટેલ/સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ સામે આવ્યો છે. શહેરમાં ફરીવાર એક ગંભીર હત્યાની ઘટના બની છે. લગ્નના એક દિવસ પહેલાં જ પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયારથી બહેનને રહેંસી નાંખતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ,NDRF ટીમો તૈનાત
સુરતના લિંબાયતમાં રહેતા જિતેન્દ્ર મહાજનને કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે પરિવાર પાસે લગ્નની સંમતિ માંગી હતી પણ યુવતીના પરિવારજનો આ માટે સંમત નહોતા થયા. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતાં. ત્યાર બાદ યુવકના પરિવારે બંનેના વિધિવત લગ્ન કરાવાનું નક્કી કર્યું હતું.
BIG BREAKING: રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાશે ચૂંટણી
પરિવારજનોએ 26 જૂને બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. લગ્નની પૂર્વ સંધ્યાએ જીતેન્દ્ર અને કલ્યાણીની હલ્દી રસમ ચાલતી હતી અને પરિવાર ખુશીના ઉન્માદમાં હતો. આ દરમિયાન લગ્ન ગીતોની ગૂંજ વચ્ચે યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં પહોંચ્યો હતો. તેણે ત્યાં અચાનક તેની બહેનને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
Photos: કચ્છની કોયલનો 'લંડનીયા લુક', જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
ત્યારબાદ યુવકના પરિવારજનોએ તેને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?