હાથમાં કંકોત્રી પકડીને વરરાજા પૂછે છે, 100 માણસોની પરમિશનમાં હવે કોને ના પાડીએ?
- ગુજરાતના મોટાભાગના શહેરોમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં જેમના પરિવારોમાં લગ્ન લેવાયા છે, તેઓ સરકારની નવી ગાઈડલાઈનથી ટેન્શનમાં આવી ગયા છે
ઝી મીડિયા/બ્યૂરો :લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ફરી એકવાર લગ્ન સમારંભોને મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. 200 વ્યક્તિની છુટછાટને પરત ખેંચતા હવે લગ્ન સમારંભમાં માત્ર 100 વ્યક્તિ જ હાજર રહી શકશે. બંન્ને પક્ષના 50-50 લોકો જ હાજર રહી શકશે. પરંતુ લગ્ન માટે અગાઉની ગાઈડલાઈન મુજબ આમંત્રિતોને કંકોત્રી આપ્યા બાદ હવે પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. મહેનાનોને કંકોત્રીઓ વહેંચાઈ ગયા બાદ હવે તેઓની મૂંઝવણ વધી કે કોને ના પાડવી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં જેમના પરિવારોમાં લગ્ન લેવાયા છે, તેઓ સરકારની નવી ગાઈડલાઈનથી ટેન્શનમાં આવી ગયા છે.
આ પણ વાંચો : નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાતમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશે
અમદાવાદનો દરજી પરિવાર મુશ્કેલીમાં મૂકાયો
અમદાવાદના સરસપુરનો દરજી પરિવાર લગ્ન પ્રસંગને લઈને મુશ્કેલીમાં મૂકાયો છે. કોરોનાના કેસો વધતા લગ્ન-પ્રસંગ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. સરકારે 100 લોકોની મંજૂરીનો નવો નિયમ જાહેર કરતા મુશ્કેલીઓ વધી છે. અગાઉના 200ના નિયમ મુજબ કંકોત્રીઓની વહેંચણી કરી છે. હવે કોને લગ્નમાં આમંત્રણ આપ્યા બાદ ન પાડવું તે મુસીબત ઉભી થઈ છે તેવું વરરાજાએ કહ્યું. તેમણે કહ્યું કે, હોટલ માલિકો 100 લોકોને જ પ્રવેશ આપવાનું બોલે છે. મારા જેવા અનેક વરરાજ મુશ્કેલીમાં, સરકાર પાસે અમે મદદની અપેક્ષા કરી છે.
આ પણ વાંચો : 2017ની રાજ્યસભાની એ ચૂંટણી, જેમાં અહેમદ પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટ્યા હતા
તો સુરતના એક પરિવારમાં પણ લગ્ન લેવાયો છે. લગ્ન થનાર વરરાજાએ સરકારની આ ગાઈડલાઈન વિશે કહ્યું કે, કેટરીંગ, લગ્ન મંડપ, હોલનું એડવાન્સ પેમેન્ટનું ચૂકવણું કરી દીધું છે. 200 જેટલી લગ્ન કંકોત્રી પણ વહેંચાઈ ગઈ છે. કોને બોલાવે અને કોને ના પાડે એ અંગે સવાલ ઉભો થયો.