ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગર શહેરમાં હલુરિયા ચોકથી લઈને બાર્ટન લાઈબ્રેરી સુધીમાં 'ઉબેદભાઈ વેલકમ' જેવા પોસ્ટર લાગ્યા બાદ પોલીસ ચોકી ઉઠી હતી. કારણ કે ઉબેદ હત્યાનો આરોપી છે અને જેલમાંથી જામીન પર છુટી રહ્યો છે. ત્યારે તેના પરિવાર અને સમાજ દ્વારા સ્વાગત માટે રોશનીથી શણગારીને મંડપ નાખીને પોસ્ટરો લગાવ્યા હતા. પરિવાર દ્વારા કરવામાં આવેલા સ્વાગત કાર્યક્રમની પોલીસને જાણકારી થતા તે ઘટના સ્થળે પહોચી હતી. ઉબેદભાઇ એ હત્યાનો આરોપી છે. આ પ્રકારનો કાર્યક્રમ કરીને ધમકી અપાતી હોવાના પગલે પોલીસે તેના પરિવાર સામે ફરિયાદ નોંધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં હત્યાના આરોપી એવા ઉબેદના વેલકમ માટે પોસ્ટરો લાગતા પોલીસ ચોંકી ગઈ. ઉબેદ જામીન પરત છૂટી રહ્યો હોવાથી તેના પરિવાર અને સમાજ દ્વારા સ્વાગત માટે રોશનીથી શણગારીને મંડપ નાખીને પોસ્ટરો લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની જાણ બાદ પોલીસ દોડી ગઈ હતી અને મનપાને સાથે રાખીને પોસ્ટરો હટાવ્યા હતા અને મંડપ સહિતના સાધનોને ખસેડ્યા હતા.  


ઉબેદ એક આરોપી હોઈ અને બે પક્ષ વચ્ચે ચાલતી તકરારમાં ચાર હત્યાનો આરોપી હોવાથી પોલીસે કોઈ એક સમાજ કે પક્ષને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારનો કાર્યક્રમ કરીને ધમકી અપાતી હોવાના પગલે પોલીસે તેના પરિવાર સામે ફરિયાદ નોંધી છે જો કે પોલીસે સાફ કર્યું હતું કે ઉબેદ સામે ચાલી રહેલા કેસમાં ઉબેદને ભાવનગર જીલ્લાની હદપાર કરેલો હોવાથી અને માત્ર કોર્ટ કાર્યવાહીને પગલે ભાવનગરમાં પ્રવેશની છૂટ કોર્ટ દ્વારા આપી છે તેમ ડીએસપીએ જણાવ્યું હતું. પોલીસે આ સિવાય પણ આ પ્રકરના ગુનાહિત વ્યક્તિઓના ગુનાહિત કાર્યક્રમ હોઈ તો પોલીસને જાણ કરવા વિનંતી કરી છે તેમજ વ્યાજખોરોના ત્રાસને પગલે પણ લોકોને ડર વગર પોલીસને અથવા ડીએસપીને સીધો સંપર્ક કરવા વિનંતી કરી છે.