ગુજરાત :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં ગઈકાલથી પલટો નોંધાયો છે. ત્યારે આજે પણ આ સ્થિતિ યથાવત જેવી જ છે. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી : દીકરી જન્મતા પિતાની ખુશીનો પાર ન રહ્યો, નોટોના ઢગલા પર સૂવડાવી


અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો છે. વહેલીસવારથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાથે જ ઠંડો પવન વહેતા તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બીજા દિવસે પણ ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પણ વાતાવરણમાં પલટાની અસર થઈ રહી છે. આણંદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. આકાશમાં વાદળ સાથે જ ધુંધળુ વાતાવરણ રહ્યું. જ્યારે પવન સાથે ધુળની ડમરી પણ ઊડી હતી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.


[[{"fid":"210728","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"VarsadGujarat.JPG","field_file_image_title_text[und][0][value]":"VarsadGujarat.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"VarsadGujarat.JPG","field_file_image_title_text[und][0][value]":"VarsadGujarat.JPG"}},"link_text":false,"attributes":{"alt":"VarsadGujarat.JPG","title":"VarsadGujarat.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદ પડ્યો


  • સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. ધુળિયા વાતાવરણ સાથે આકાશ વાદળછાયું હોવાથી વિઝિબિલીટી ઓછી થઈ હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા. સાથે જ હિંમતનગરમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. 

  • મોરબી પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદથી રસ્તા ભીંજાયા છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોનું સામ્રાજ્ય છવાયું છે, અને ગરમીના માહોલમાં ચોમાસામાં જેવી ઠંડક અનુભવાઈ રહી છે.

  • પાટણ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ વળ્યા હતા. વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લાના સમી રાઘનપુરમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો બીજી તરફ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા હતા. વરસાદી છાંટા પડતા આ વિસ્તારમાં કરાતા બાજરી તેમજ ઘઉંના પાકના વાવેતરને નુકસાન થઈ શકે છે. 

  • બનાસકાંઠા  જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા હતા. 


અમદાવાદીઓને માત્ર કૂતરા જ નહિ, પણ ઊંટ-બકરી-ઘોડા-બિલાડી પણ કરડ્યા છે, આંકડો છે ચોંકાવનારો


અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ 
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. એટલું જ નહિ, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણના આ પલટાને કારણે ગરમીથી રાહત મળી, પણ અરવલ્લીના ખેડૂતો પરેશાન થયા હતા.


ઉલ્લેખનીય છે કે, ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વખતે 96 ટકા વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે 96 ટકા વરસાદ પડશે. 96 ટકા વરસાદને લઇને ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે. આ વખતે અલનીનોની અસર નબળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગ હવે મે મહિનાના અંતમાં નવી આગાહી કરશે.