અમદાવાદ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં આશરે 1 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. અબડાસાના કનકપરથી સુખપર સુધી વરસાદ પડ્યો છે. વરસાદ બાદ સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જેમા કુરન ખાવડા (પશ્ચિમ) વિસ્તારમાં સવારથી જ
વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ ચાલુ ક્યાંકને ક્યાંક કરાનો પણ વરસાદ વરસ્યો છે. ભુજ માધાપરમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ થઈ જશે બંધ, આ રહ્યું લિસ્ટ...


રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩ થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું. 


સરકારી શાળાના વિદ્યાર્થીઓ 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે, જાણો કેમ


આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય પંથકમાં મોટી ખાવડીમાં વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube