સપના શર્મા/અમદાવાદ: અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહનથાળ પ્રસાદને લઈને ચાલતા વિવાદ મુદ્દે મોહીની કેટરર્સે કર્યો ધડાકો, આ લોકો ફસાશે!


ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.  તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.


વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો


આ ટ્રેન  બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે.  આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.


બાઇક પર યુવતીને બેસાડીને અશ્લીલ ચેનચાળા કરતો વીડિયો વાયરલ, આખરે પોલીસે દબોચ્યો


ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.  ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.  સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.