આણંદ : ખંભાત તાલુકાના વત્રા ગામે આડા સંબંધના વહેમમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડો થયો હતો. ઉગ્ર બનેલા પતિએ લાકડાના પરોણાથી પત્નીને જીવલેણ મારમારી હત્યા કરી નાખી હતી. પરિવાર અને સગાવ્હાલાઓને પત્નીને ભારે એટેક આવતા મૃત્યુ થયું હોવાનું ખોટુ કારણ દર્શાવી ઘર નજીક ખુલ્લી જમીનમાં દફન કરીને અંતિમક્રિયા પતાવી દીધી હતી. બીજી તરફ સમગ્ર હકિકતની અજાણ્યા ઇસમોએ પોલીસને જાણ કરતા પોલીસે જમીનમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેમાં આ સમગ્ર હકીકત સામે આવી હતી. આ બાબતી જાણ દીકરીને થતા પોલીસ ફરિયાદ આપતા હત્યાનો ગુનો દાખલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વત્રા ખાતે રહેતા નવઘણ ભીખાભાઇ સલાટને તેની પત્ની સમુબેનનો કભાભાઇ મહિજીભાઇ સલાટ સાથે આડા સંબંધના મામલો ઝગડો ચાલતો હતો. આ ઝગડો 4 જુલાઇએ 2021 એ ઉગ્ર બન્યો હતો. જેમાં પતિ નવઘણભાઇ સલાટ ભારે ગુસ્સાથી ઉશ્કેરાઇ લાકડાના પરોણાથી જીવલેણ માર મારતા સમુબેનનું મોત નિપજ્યું હતું. 


આ વાતથી અજાણ સાસરીમાં સાસરીમાં રહેલી તેમની દિકરીને અંતિમક્રિયા માટે બોલાવી હતી. જેમાં મોટી દિકરી રંજન સલાટ 5 જુલાઇના રોજ સવારે વત્રા ઘરે આવ્યા હતા. આ સમયે સમુબેનની લાશને ગોદડી ઓઢાડી હતી. ફક્ત મો ખુલ્લુ રાખ્યું હતું. આ અંગે રંજનાના પિતાએ નવઘને પુછતા તેઓએ જણાવ્યું કે, તારા મમ્મીને એટેક આવી જતા મૃત્યુ પામ્યું હતું. 


આ મૃત્યુના સમાચારના પગલે સમાજના અન્ય વ્યક્તિઓ પણ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ બપોરના બે વાગ્યાની આસપાસ ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જેસીબી બોલાવી ખાડો ખોદીને દફનાવી દીધા હતા. દફનક્રિયા બાદ સૌ ઘરે જતા રહ્યા હતા. દરમિયાન છઠ્ઠી તારીખે રંજનાબેના ફોઇના દિકરા મહેશ બુધાભાઇ સલાટે જણાવ્યું કે, ચોથી જુલાઇના રોજ રાત્રિના આઠેક વાગ્યે સમુબેન કભાભાઇ મહિજીભાઇ સલાટ સાથે આડા સંબંધે ઝગડો હતો. આ ઝગડામાં નવગણભાઇએ લાકડાના પરોણાથી મારતા મોત નિપજ્યું હતું. આ અંગે અજાણ્યા લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube