Navratri Gujarat Monsoon 2022: ખેલૈયાઓ માટે ફરી એકવાર માઠા સમાચાર મળી રહ્યા છે. પહેલા એવી માહિતી હતી કે નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘડ્યું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. એટલે કે નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી બાજુ કચ્છમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જતા જતા કેટલાક વિસ્તારોમાં વરસાદ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube