Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનો પ્રારંભ થઈ રહ્યો છે.  ગુજરાતની દરેક ચૂંટણી મુદ્દાને લઈને લડવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મેઘા પાટકરની એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવો મુદ્દો જોવા મળ્યો છે.  


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેના પર નિશાન સાધ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેઘા પાટકર ગુજરાત વિરોધી છે. નર્મદા ડેમનો વિરોધ કરી ગુજરાતીઓને તરસ્યા રાખવાનું કામ કર્યું છે એટલે ગુજરાતની જનતા કોંગ્રેસ અને ગુજરાત વિરોધીઓને પાઠ ભણાવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube