AHMEDABAD માં મોજ કરવા ગયેલા ટેણીયો લૂંટાયો, બીજા દિવસે મહિલાની હત્યા કરી અને...
: અમદાવાદમાં નારોલ વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢી બે આરોપીઓને ઝડપી પાડયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બનાવમાં મોઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યો છે. શહેરમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જોકે નારોલમાં મહિલાની થયેલ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી.
મૌલિક ધામેચા/ અમદાવાદ :: અમદાવાદમાં નારોલ વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢી બે આરોપીઓને ઝડપી પાડયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બનાવમાં મોઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યો છે. શહેરમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જોકે નારોલમાં મહિલાની થયેલ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી.
GANDHINAGAR: રાજ્યની નગરપાલિકાઓને તેની કાર્યક્ષમતાને આધારે રેન્કીંગ, ઇનામ આપશે
જેમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા એક કિશોર અને અનિશ શેખ નામના આરોપી ને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે કિશોર આરોપી ૧૭ મી જુલાઇની રાત્રે નારોલ બ્રિજ નીચે ગયો હતો. અને ત્યારે તેને એક મોઢે દુપટ્ટો બાંધેલ યુવતી સાથે ઝઘડો થયો હતો. તે સમયે યુવતીના ઓળખીતાએ આવીને કિશોરને માર માર્યો હતો અને તેના ખિસ્સામાંથી રૂપિયા ૧૫૦૦ કાઢી લીધા હતા.
ગુજરાતમાં ત્રીજા વેવના ભણકારા? ઘટી રહેલા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો, નવા 36 કેસ, એક પણ મોત નહી
આ ઝઘડાની અદાવત રાખીને કિશોર આરોપી તેના મિત્ર અનીશ શેખને લઈને મોટર સાઈકલ પર નારોલ બ્રિજ નીચે ગયા હતા. જો કે ત્યાં મૃતક મહિલા દુપટ્ટો બાંધીને બેઠી હતી. જેથી તેને પેટના ભાગે છરી મારીને ફરાર થઈ ગયા. અને છરી રસ્તામાં ફેંકી દીધી હતી. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કિશોરને જે મહિલા સાથે ઝઘડો થયો હતો તે મહિલા અન્ય કોઈ હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. અને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube