Man Ki Bat : દર મહિનાના અંતિમ રવિવારે પ્રધાનમંત્રી દેશવાસીઓ માટે મન કી બાત કાર્યક્રમ કરે છે. ગઈકાલે યોજાયેલા માર્ચ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો ખાસ ઉલ્લેખ કર્યો. ત્યારે સૌ જાણવા માગે છે કે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ શું છે. ત્યારે હવે આ કાર્યક્રમ વિશે જાણી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ તારીખ 17 થી 30 એપ્રિલ સુધી ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતના 99 મા એપિસોડમાં કહ્યું કે, લોકો વિચારી રહ્યા છે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તમિલનાડુ સાથે શું સંબંધ છે. હકીકતમાં સદીઓ પહેલા સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ અલગ ભાગમા જઈને વસ્યા હતા. આ લોકો આજે સૌરાષ્ટ્રી તમિલના નામથી ઓળખાય છે. 


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ આયોજનને લઈને તમિલનાડુથી અનેક લોકો સરાહનાથી ભરેલા પત્ર લખી રહ્યાં છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રન જીએ બહુ જ ભાવુક વાત લખી છે. તેઓએ કહ્યું કે, હજાર વર્ષમાં પહેલીવાર કોઈએ સૌરાષ્ટ્ર તમિલના સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તમિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે. જયચંદ્રનજી ગત હજારો વર્ષોથી તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ કરે છે.  


ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા


શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ગુજરાતમાં સોમનાથ, કેવડિયા સહિત ચાર મોટા શહેરોમાં કાર્યક્રમ આયોજિત કરવામા આવશે. આ કાર્યક્રમમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને આમંત્રિત કરવામા આવશે. ગુજરાત સરકારના આઠ મંત્રી હાલ તમિલનાડુના પ્રવાસે છે. આ મંત્રીા તમિલનાડુના આઠ મોટા શહેરોમાં રોડ શો કરશે. આ કાર્યક્રમના માધ્યમથી તમિલનાડુ અને ગુજરાતની વચ્ચે તાલમેલ વધારવાનો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમના વધુ કાર્યક્રમો સોમનાથમાં આયોજિત કરવામાં આવશે. એવી શક્યતા છે કે, આ સંગમમની શરૂઆત પ્રધાનમંત્રી ગુજરાત આવીને કરાવશે. ગત કેટલાક દિવસોથી ચેન્નાઈ જઈને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતના બે મંત્રીઓની હાજરીમાં આ કાર્યક્રમનો લોકો અને વેબસાઈટને લોન્ચ કર્યું હતું. આ સંગમમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 હજારથી લોકોએ વેબસાઈટના લોન્ચિંગ બાદ રજિસ્ટર કરાવ્યુ હતું. 


કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ


જ્યારે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ, તો આપણે સંકલ્પ લેવાનો રહેશે કે અમૃત કાળ એકતા અને સામુહિક પ્રયાસોથી પરિપૂર્ણ થશે. ભારત એક એવો દેશ છે, જ્યાં હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે. જેનો મંત્ર એ છે કે આપણે એકબીજાને સમજીએ. 


સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનો ભાગ છે. કાશી તમિલ સંગમમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના માટે ગુજરાત સરકાર તરફથી વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ સહિત આઠ મોટા મંત્રી હાલ તમિલનાડુના પ્રવાસે છે.  


ક્યારે, કેમ અને કેવી રીતે કરવામાં આવે છે નર્મદા પરિક્રમા, આવું છે મહત્વ