પાટીદાર પરિવારને 1.25 કરોડની સહાય મળે તેના માટે શું છે SPGનો આગામી ધમાકેદાર પ્લાન?
સરદાર પટેલ ગ્રુપ (SPG) નું પાટીદાર સ્નેહ મિલન સમારોહ યોજાયો. જેમાં 30 જુલાઈએ યોજાયેલ પાટીદાર સંમેલનનો ઉદ્દેશય એસપીજીની સભ્ય સંખ્યા 30 હજારને પાર લઇ જવાનો હતો. એસપીજી તેના દરેક સભ્યના આકસ્મિક અવસાન પર આર્થિક સહાય કરે છે.
ઝી બ્યુરો/અમદાવાદ: અનામત આંદોલન પછી ફરી એકવખત પાટીદાર સમાજનું સંગઠન SPG તેના બેનર હેઠળ પાટીદાર સમાજને એક મંચ પર લાવી રહ્યું છે. આજે મહેસાણા ખાતે યોજાનાર પાટીદાર સ્નેહમિલન સમારોહમાં CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. જેમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યો છે.
ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો,અંબાલાલ પટેલની ઘાતક આગાહી
સરદાર પટેલ ગ્રુપ (SPG) નું પાટીદાર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં 30 જુલાઈએ યોજાયેલ પાટીદાર સંમેલનનો ઉદ્દેશય એસપીજીની સભ્ય સંખ્યા 30 હજારને પાર લઇ જવાનો હતો. એસપીજી તેના દરેક સભ્યના આકસ્મિક અવસાન પર આર્થિક સહાય કરે છે. જેમાં તમામ સભ્યો 100 - 100 રૂપિયા પિડિત પરિવારના એકાઉન્ટમાં જમા કરાવે છે. ત્યારે એવું નક્કી થયું છે કે જો એસપીજીની સભ્ય સંખ્યા 30 હજારને પાર થાય તો માત્ર 24 થી 72 કલાકમાં પિડિત પરિવારને સન્માન જનક રકમ મળે છે.
નિયમમાં રહેજો! ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય! ભાવનગરમાં નોંધાયા 1000થી વધુ કેસ
જ્યારે કોઈ SPG સાથે જોડાયેલ સભ્ય અવસાન પામે તો દરેક SPGમાં રહેલા 7000 સભ્યોમાંથી દરેક વ્યક્તિ 100 રૂપિયા આપીને અવસાન પામનાર SPGના સભ્યના પરિવારજનોને 7 લાખ રૂપિયાની સહાય કરે છે. જે હાલમાં અપાય છે. ત્યારે 30 જુલાઈનો રોજ આ 7000ના સભ્યોને વધારીને SPG માં 30,000 સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી જો 30,000 સભ્યોમાંથી કોઈ સભ્ય મૃત્યુ પામે તો 100-100 રૂપિયા લેખે મૃત્યુ પામનાર SPG ના સભ્યને 30 લાખ રૂપિયાની સહાય મળી શકશે.
ગુજરાતમાં આ જગ્યાએ બનશે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ
તેમજ આગામી સમય દરમિયાન સવા કરોડ જેટલા પાટીદારોને SPGમાં જોડવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. હવે જો આજ દિશામાં સવા કરોડ સભ્યો થાય તો માત્ર 1 રૂપિયો સહાય આપવામાં આવે તો પણ મૃતકના પરિવારને સવા કરોડ સહાય મળશે. આ સિવાય ઘરેથી ભાગીને માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરનાર દીકરીઓની સાક્ષીમાં તે દીકરીના માતા પિતાની સાક્ષીમાં સહી ફરજિયાત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે SPG સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
રાજકોટના ચિત્રકારે તૈયાર કરેલ શિવાજીની સવારી નામનું ચિત્ર PM મોદી પૂર્ણ કરશે, જાણો
ઉલ્લેખનીય છે કે, 2024 માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે આજ રોજ પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ સ્નેહમિલન સમારંભ SPGના બેનર હેઠળ યોજાયું. આ સ્નેહમિલન સમારંભમાં નીતિન પટેલ સહિત પાટીદાર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પાટીદાર સમાજની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ તેમજ મોટા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ, ઊંઝા ઉમિયા માતાજી તેમજ ખોડલધામના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા.
50 વર્ષ પછી સર્જાયો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોને મળશે અટકેલું ધન અને પ્રમોશન