Unseasonal Rain In Gujarat: ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી આવી છે. ગુજરાતમાં 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ-સાત દિવસ ગુજરાતમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની વધારે સંભાવના નથી. જોકે, આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.


આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 23મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.


આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી
ગુજરાતમાં 22-25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18મી તારીખે તેમણે જણાવ્યું હતું કે, જે પવનની ગતિ 9-12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને 16-20kmph થઈ ગઈ છે. જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં 20 તારીખથી ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 


આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઉભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. 21-23 તારીખ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ઘાટાં વાદળો જોવા મળશે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ-દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે. 22 ડિસેમ્બર સામાન્ય ઝાપટાં થવાની શક્યતાઓ પ્રબળ છે, આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે. આ વખતે છૂંટાછવાયા છાંટા કે સામાન્ય છાંપટાં થઈ શકે છે.