કેતન જોશી/અમદાવાદ :વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુ જ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : વેરાવળથી ‘વાયુ’નું અંતર ઘટ્યુ, ગુજરાતની વધુ નજીક પહોંચ્યું


  • 1 નંબરનું સિગ્નલ


હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે. 


  • 2 નંબરનું સિગ્નલ


વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. 


  • 3 નંબરનું સિગ્નલ


સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.


  • 4 નંબરનું સિગ્નલ


વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે. 


10 પોઈન્ટમાં જાણો શું છે ‘વાયુ’ વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે


  • 5 નંબરનું સિગ્નલ


થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં ભારે હવા સંભવ છે. 


  • 6 નંબરનું સિગ્નલ (ભય) 


થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.


  • 7 નંબરનું સિગ્નલ (ભય) 


પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવો સંભવ છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે.



  • 8 નબરનું સિગ્નલ (મહાભય) 


ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય. 


  • 9 નંબરનું સિગ્નલ (મહાભય) 


ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. 


  • 10 નંબરનું સિગ્નલ (મહાભય) 


ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. 


  • 11 નંબરનું સિગ્નલ (મહાભય) 


તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.