અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હાલા દવલાની નીતિ? RCC રોડ પૈસાદાર પશ્ચિમને વધારે ફાળવાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આર સી સી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ 83 આર સી સી રોડ માટે તમામ સાત ઝોનમાંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનું કહેવુ છે કે, હકીકતમા પુર્વમા પાણી ભરાવાની સમસ્યા વધુ છે.
ઉદય રંજન/અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આર સી સી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ 83 આર સી સી રોડ માટે તમામ સાત ઝોનમાંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનું કહેવુ છે કે, હકીકતમા પુર્વમા પાણી ભરાવાની સમસ્યા વધુ છે.
ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા સ્થિતિ ન સુધરી, સિવિલ હોસ્પિટલે ફ્રીમાં અત્યંત જોખમી ઓપરેશન પાર પાડ્યું
વરસાદી સીઝનમા દર વર્ષ અમદાવાદ શહેરમા રસ્તા તુટી જાય છે. નાના-મોટા ખાડા પડી જાય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા આ માટે વરસદી પાણી ભરાવાની સમસ્યાને જવાબદાર ગણે છે અને આથી જ્યા વરસાદી પાણી ભરાય છે તેવી 83 જગ્યાએ આર સી સી રોડ બનાવામા આવશે. આ માટે 206 કરોડનો જંગી ખર્ચ કરશે. તંત્રનુ કહેવુ છે કે, જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેવી શહેરની વિવિધ જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વે મુજબ 80થી 90 જેટલી જગ્યાઓ પર હવે આરસીસી રોડ બનાવવામાં આવશે.
બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લંડન ભગાડી ગયો? જાણો ચકચારી કેસ
આર સી સી રોડને ઝોન પ્રમાણે જોઇએ તો અમદાવાદના સાત ઝોનમાં પાણી ભરવાના સ્પોટ કોર્પોરેશને નક્કી કાર્ય છે. જે મુજબ ત્યાં વધુ પાણી ભરાય છે. ત્યાં આર સી સી રસ્તાઓ બનાવવામાં આવશે. સૌથી વધુ 11 કિલોમીટરનો રોડ પશ્ચિમ ઝોનમાં બનવાનો છે.
અમદાવાદના આ વિસ્તારમાં ઓક્સિજનનો ધોધ થશે, જાપાનની મિયાવાકી પદ્ધતી પર સરકારે કામ ચાલુ કર્યું
ઝોન ખર્ચ કરોડમાં
મધ્યઝોન 10.74
પૂર્વ ઝોન 63.59
ઉત્તર ઝોન 19.06
ઉત્તર પશ્ચિમ ઝોન 15.20
પશ્ચિમ ઝોન 71.30
દક્ષિણ ઝોન 04.00
દક્ષિણ પશ્ચિમ ઝોન 10.00
Surat: જમીન વિવાદમાં સગા ભાઇને ફસાવવા માતા-પિતાએ રચ્યું નાટક, પોલીસે આ રીતે ઉઘાડો પાડ્યો ખેલ
કોર્પોરેશને કરેલો આ ભેદભાવનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે, સૌથી વધુ જરૂરિયાત પૂર્વ વિસ્તારમાં છે. કોપોરેશન પૂર્વ સાથે ભેદભાવ કરી રહી છે. હકીકતમાં જોવા જઇએ તો પુર્વમા આર સી સીના વધુ રોડ બનાવા જોઇએ હલકી ગુણવતાના રોડ બનવાથી રોડ વરસાદમા તુટે છે. ત્યારે સારા રોડ બનાવાને બદલે આ સી સી રોડ બનાવાનો નીર્ણય કરાયો છે. વિકાસના કામોને લઈને પૂર્વ અને પશ્ચિમમાં હંમેશાથી ભેદભાવ થતો હોવાની ફરીયાદ પુર્વના લોકો પણ કરતા આવ્યા છે ત્યારે તંત્ર આ અંગ ફરી વીચારણા કરે છે કે કેમ તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube